જેઠ જલદ બન્યો : 42 ડિગ્રી તાપ સાથે નલિયા રાજ્યમાં સૌથી ગરમ

ભુજ, તા. 23 : સારાં ચોમાસાના સંકેત આપતા શુકનવંતા વરસાદના આનંદ વચ્ચેય ઉકળાટમાં આશ્વાસન આપે તેટલી રાહત હજી થઇ નથી. શિયાળામાં સૌથી ઠંડું રહેતું નલિયા ગુરુવારે 42 ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ તપ્યું હતું.નલિયા બાદ કંડલા એરપોર્ટ પર 41.6 ડિગ્રી તાપમાન નોંધાતાં અંજાર, ગળપાદર, વરસામેડી સહિત કચ્છના પૂર્વીય ભાગો રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યા હતા.ખાવડામાં 41 અને રાપરમાં 40 ડિગ્રી સાથે રણકાંધીના સીમાવર્તી ગામડાં તેમજ વાગડ પંથકનું ગ્રામીણ જનજીવન ઉકળાટમાં અકળાયું હતું. જિલ્લા મથક ભુજમાં 40.5 ડિગ્રી તાપમાન સાથે દિવસ દરમ્યાન 56 ટકા જેટલી ભેજની હાજરીનાં પગલે શહેર તાપ અને બફારાથી બેચેન બન્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer