માંડવી ચેમ્બર દ્વારા કરાયું 18317 મણ લીલા ચારાનું નીરણ

માંડવી, તા. 23 : માંડવી ચેમ્બરના લીલાચારા નીરણના દાયકા દરમ્યાન સુચારુ રૂપે આગળ વધી રહેલા જીવદયાના મોટા પ્રોજેકટમાં દાનવીરોની સહાયથી વર્તમાન પ્રોજેક્ટ માટે રૂા. 28,51,000 દાન મળ્યું છે. જેમાં 150 જેટલી ગાડીઓનો સમાવેશ કરી શકાયો છે. માંડવી ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી -  લીલાચારા વિતરણનું કાર્ય સંભાળતા નવીનભાઈ બોરીચાના જણાવ્યા મુજબ 45 દિવસ દરમ્યાન રૂપિયા 16,82,372ના ખર્ચે લીલાચારાની 150 ગાડીઓ 20 પાંજરાપોળો સહિત 9 તીર્થસ્થાનોની ગાયોને નીરણ કરાઈ રહ્યું છે, જે હજુ 1 મહિનો ચાલુ રખાશે. વધારામાં કેટલાક નબળા મહાજન વિહોણા ગામોની ગાયોને પણ સમયે -સમયે નીરણ કરાઈ રહ્યું છે. દાનવીરોમાં 1,05,000 જીદવયાપ્રેમી સનાતન સમાજદાતા, 75000 મોટા કરોડિયા ચારણ સમાજ હ. ધનરાજભાઈ ગઢવી, 51000 નાના કરોડિયા ગ્રામજનો હ. કાનજીભાઈ ગઢવી- ઉપસરપંચ તથા વાલજીભાઈ ગઢવી, 51000 ભદ્રેશભાઈ ત્રિભોવન મહેતા પરિવારના પુત્ર ઓમના શુભલગ્ન પ્રસંગે હ. વિનોદભાઈ મહેતા, 15000 જીલ કન્સ્ટ્રકશન કંપની - ભુજ, 75000 મૂળ કરાચી પાકિસ્તાનમાં જન્મેલા અમેરિકા સ્થિત મુસ્લિમ બંધુ બેલડી મુકબાલ હુશેન શેખ તથા મહમદહુશેન શેખ દ્વારા આવ્યા હતા. માંડવી ચેમ્બરના ઉપપ્રમુખ પારસ શાહ, માનદમંત્રી નરેન્દ્ર સુરૂ, ખજાનચી ચંદ્રસેન કોટકના જણાવ્યા મુજબ 45 દિવસ દરમ્યાન 150 ગાડીઓ દ્વારા 18317 મણ જીદવયા કાજે લીલા ચારાનું નીરણ કરાયું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer