સાઉથ વાગડ ફોલ્ટ ઉપરનું સંશોધન ઔદ્યોગિક આયોજનમાં ઉપયોગી નીવડશે

સાઉથ વાગડ ફોલ્ટ ઉપરનું સંશોધન ઔદ્યોગિક આયોજનમાં ઉપયોગી નીવડશે
ભુજ, તા. 22 : કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ વિભાગના ડો.અભિષેક લાખોટે અત્યંત સંવેદનશીલ એવા સાઉથ વાગડ ફોલ્ટ લાઈન ઉપર જયારે ડો. ચિરાગ જાનીએ કચ્છના આઈલેન્ડ ઉપર મહાશોધ નિબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. ડો. અભિષેક છેલ્લા ચાર વર્ષથી એમ.જી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના ખાસ પ્રોજેક્ટમાં કાર્ય કરી રહ્યા હતા તેમના પીએચડી સમયગાળા દરમિયાન 15 જેટલા વૈશ્વિક કક્ષાની જર્નલ્સમાં સંશોધનપત્રો પ્રકાશિત કરીને કચ્છ યુનિ.માં ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પીએચડી વિદ્યાર્થીના કાર્યકાળમાં વૈશ્વિક સાઈટેશન 300થી વધુ હતા. સાઉથ વાગડ ફોલ્ટનું અવલોકન, આલેખન, સેટેલાઈટ ડેટાનો વિશેષ ઉપયોગ અને જિયોફિઝિકલ ડેટાની મદદથી ફોલ્ટનું આપત્તિ વ્યવસ્થાપન અંગેનું સંશોધન કર્યું છે કે જિલ્લાકક્ષાએ, રાજ્યકક્ષાએ કરવામાં આવતાં મહત્વના ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઔદ્યોગિક આયોજન કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે.  ડો. ચિરાગ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, ન્યુ દિલ્હીના એક્ટિવ ફોલ્ટ મેપિંગના રાષ્ટ્રીય સંશોધન પ્રોગ્રામમાં કાર્ય કરી રહ્યા હતા. આઈબીએફ સામાન્ય રીતે અભ્યાસ માટે અત્યંત કઠિન ફોલ્ટ તરીકે ઓળખાય છે કે જેની આસપાસ ભાગ્યે જ ભૂકંપ આવતા હોય છે. પરંતુ તેની હજારોથી લાખો વર્ષની તવારીખ શોધવા માટે ચોક્કસ ભૂમિ ભાગો તથા ખડકના સાંધાઓનો અભ્યાસ કરવામાં આવે છે. તેની જુરાસિક કે પછી નવોદિત બળોની ચોક્કસ માહિતી પ્રાપ્ત કરી શકાય. ડોકટર સુભાષ ભંડારી તેમના પીએચડી માર્ગદર્શક રહ્યા હતા. ડો. જાનીએ સેટેલાઈટ (ભારતીય તથા ફ્રેન્ચ અને યુએસના) ડેટાની મદદથી ઝીણવટપૂર્વકના ફેરફારની નોંધ લીધી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer