નલિયામાં મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ

નલિયામાં મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ
નલિયા, તા. 22 : મામલતદાર કચેરી અબડાસા ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવતના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા તથા સુધારા વધારા કરવા તથા ચૂંટણીકાર્ડ રિપ્લેસ કરવા બાબતે તાલુકાના મતદારોને માર્ગદર્શન મળી રહે તેવા ઉદ્દેશથી આ સહાયતા કેન્દ્રની શરૂઆત કરાઇ હતી.મતદાર સહાયતા કેન્દ્રમાં તથા વોટર પોર્ટલ અને વોટર હેલ્પલાઇન એપ્લિકેશનના ઉપયોગ અંગેની વિસ્તૃત સમજ અપાશે. દિવ્યાંગ મતદારોની નોંધણી કરવા `પીડબલ્યુડી મોબાઇલ એપ' વિશે માર્ગદર્શન અપાશે.મતદારોને મતદાર યાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નં. 6, નામ કમી કરવા ફોર્મ નં. 7, નામ, અટક, સરનામું વિગેરેના સુધારા કરવા માટે ફોર્મ નં. 8 તથા સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ નં. 8-અ તેમજ ચૂંટણીકાર્ડ ખોવાઇ ગયું હોય કે જૂના કાર્ડમાંથી નવું કાર્ડ બનાવવા ફોર્મ નં. 001 ભરી આપવાની તમામ મદદ કરવામાં આવશે.આ પ્રસંગે મામલતદાર  એન.એલ. ડામોર, નાયબ મામલતદાર સલીમભાઇ મેમણ, હરેશભાઇ આમના તથા વિજયદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer