બંદરા આસપાસનાં ગામોના સીમાડાની ગાયોના લમ્પિ ચર્મરોગથી થતાં મોત

બંદરા આસપાસનાં ગામોના સીમાડાની ગાયોના લમ્પિ ચર્મરોગથી થતાં મોત
કોટડા (ચ.) (તા. ભુજ), તા. 22 : મોટા બંદરા, નાના બંદરા, સુમરાવાંઢ, ચકાર, જાંબુડી, રેહા પંથકમાં ગૌવંશમાં આવેલા અજાણ્યા માતા જેવો લમ્પિ રોગ જીવલેણ નિવડી રહ્યો છે. આ રોગથી મરણને શરણ થયેલી ગાયોના શબોની સીમાડામાં ફેલાયેલી દુર્ગંધથી લોકો તોબા કરી ગયા છે. સરકારી પશુપાલન ખાતું પશુપાલકોને કોઈ દવા-સારવારની મદદ નથી કરતું તેવું માલધારીઓ કહે છે. માલધારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અંદાજે 70 જેટલા ગૌવંશનાં મોત નીપજી ચૂક્યા છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer