નખત્રાણા તાલુકામાં 15મા નાણાપંચ અંતર્ગત 2.27 કરોડનાં કામોનું આયોજન

નખત્રાણા તાલુકામાં 15મા નાણાપંચ અંતર્ગત 2.27 કરોડનાં કામોનું આયોજન
નખત્રાણા, તા. 22 : અહીં તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં તાલુકા પંચાયતની સામાન્યસભા પ્રમુખ જયસુખભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરાઇ હતી.તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઇ જોશીએ આવકાર આપ્યો હતો. આ સામાન્ય સભામાં પંદરમા નાણાપંચના તાલુકા કક્ષાએ વર્ષ 2022-23ના બે કરોડ સત્યાવીસ લાખના વિકાસકામોનું આયોજન કરાયું હતું. જેમાં 68 લાખના ગટરનાં કામો, 68 લાખ પાણીનાં કામો તેમજ 90 લાખ અન્ય વિકાસનાં કામો માટેની દરખાસ્ત મંજૂર કરાઇ હતી, જેમાં આરોગ્ય શિક્ષણ, સફાઇ, પર્યાવરણનો સમાવેશ થાય છે તેમજ જેટિંગ કમ સક્ષમ મશીન ગટરની સફાઇ માટે ટેન્ડર પ્રક્રિયાથી આપવા સહિત સ્ટેશનરીના ભાવોને બહાલી અપાઇ હતી. સભામાં પ્રમુખ જયસુખભાઇએ શાળામાં વિવિધ ગામોમાં પ્રવેશોત્સવની વિગતો આપી હતી. ઉપપ્રમુખ સંધ્યાબેન રાજેશ પલણ, કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા, સા.ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન એમ. મહેશ્વરી, જિ. આરોગ્ય સ.ના ચેરમેન કરસનજી જાડેજા, શારદાબેન આહીર, હંસાબા જાડેજા, દક્ષાબેન બારૂ, દિનેશ નાથાણી, હોતખાન મુતવા, કેતનભાઇ પાંચાણી, સંગીતાબેન રૂડાણી, લખમીર રબારી, હરિભાઇ ચારણ, ઓસમાણ સુમરા, હરિસિંહ રાઠોડ, જિતેન્દ્રસિંહ જાડેજા સાથે તાલુકા પંચાયતના શંભુભાઇ વરચંદ, રચનાબેન ગોહિલ, રમેશ ગરવા, હાર્દિક ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer