ગાંધીધામના અગ્રણી ફરી ગુજરાત ચેમ્બરમાં બિનહરીફ પ્રતિનિધિ

ગાંધીધામ, તા. 22 : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2022-24ની કાર્યવાહક સમિતિની ચૂંટણીમાં સતત બીજી ટર્મ માટે પ્રગતિ પેનલમાં કચ્છ-ગાંધીધામના વ્યાપારી અગ્રણી મહેશભાઇ પૂજની બિનહરીફ વરણી થઇ હતી.અહીં ગાંધીધામ ચેમ્બર સહિત ઘણા વ્યાપારી સંગઠનો સાથે સંકળાયેલા શ્રી પૂજ કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. રાજ્ય વ્યાપારી સંગઠનના માધ્યમથી તેઓ કચ્છના ઉદ્યોગકારોના પ્રશ્નોને વધુ ઊંચા મંચ સુધી લઇ જઇ શકશે. સતત બીજી ટર્મ માટે તેમને ગુજરાત ચેમ્બરમાં સ્થાન મળતાં કચ્છ-ગાંધીધામ સંકુલે આવકાર આપ્યો હતો. તેમની આ વરણીથી કચ્છના ઉદ્યોગકારોના પ્રશ્નોની યોગ્ય જગ્યાએ રજૂઆત થઇ શકશે અને પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત થઇ રહી છે.