ગઢ કેરા કુંદનપરના મહોત્સવે ગઢપુર ગાજ્યું

ગઢ કેરા કુંદનપરના મહોત્સવે ગઢપુર ગાજ્યું
વસંત પટેલ દ્વારા - ગઢડા, તા. 22 : કચ્છ સત્સંગના અધિષ્ઠાતા નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ એપ્રિલ 2023, ભુજ ખાતે યોજાવાનો છે તે નિમિત્તે ગઢડા ( ગઢપુર) સૌરાષ્ટ્ર ખાતે ગોપીનાથજી મહારાજના સાનિધ્યે સત્સંગીજીવન મહોત્સવ ઉજવાયો હતો. વિવિધ પ્રસંગોમાં કેરા કુંદનપર અને ચોવીસીના દેશ વિદેશના હરિભક્તો, યજમાનો ઉપસ્થિત રહ્યા હતા ભુજ મંદિરેથી 111 સંતો ઉપસ્થિત  રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ જ્યાં 29 વર્ષ પોતાના કાર્યનું મથક બનાવ્યુ અને તે સ્થળે દેહનો ત્યાગ કર્યો તે ગઢડા અક્ષરધામ મહાત્મય ગાન સાથે તા. 19/6થી અહીં સત્સંગીજીવન કથા પારાયણનું આયોજન કરાયું હતું.  ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશ દાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદી વડીલ સંતોની આજ્ઞાથી કેરા સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સાંખ્યોગી સામબાઈ લાલજી ભુવા અ.નિ.ગુરુ નાનબાઈ કરશન વરસાણીની સ્મૃતિમા કેરાના સાંખ્યોગી બહેનો અને સમગ્ર ભુવા પરિવાર દ્વારા ગઢડા પતિ ગોપીનાથજી મહારાજને જ્ઞાનયજ્ઞ અર્પણ કર્યો હતો ભક્તિ, સમર્પણ, જ્ઞાનામૃત, આરાધના અને બ્રહ્મ એમ પાંચ દિવસીય જુદા જુદા આયોજનથી ગઢડા ગાજ્યું હતું. પોથી યાત્રા લક્ષ્મીવાડીથી સભામંડપ સુધી, હરિનું ગઢપુર આગમન, કર્તૃત્વ સહિતના પ્રસંગો વક્તા શૌનકમુની શાસ્ત્રી, નારાયણમુનિદાસજી, શાસ્ત્રી કૃષ્ણજીવન સ્વામી, શુકદેવસ્વરૂપ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, સદગુણ સ્વરૂપ સ્વામી એ પ્રસંગો વર્ણવ્યા હતા.કેરા-કુંદનપર નરનારાયણ દેવ યુવક અને યુવતી મંડળના સહયોગે કેરા મંદિર પ્રમુખ હરીશભાઈ ખેતાણી, મહેન્દ્ર ભુવા, મહેશ પાંચાણી, યજમાન સમગ્ર ભુવા પરિવારના તમામ સભ્યો સહ મેઘપર, નારાણપરના વિવિધ સહયોગીઓ, મૂળ કેરાના મોશી નિવાસી રવજીભાઈ ગાવિંદ વરસાણી વતી ચોવીસીના સક્રિય ભાજપી આગેવાન નવીનભાઈ પાંચાણી, મોમ્બાસાના મંજુલાબેન ઘનશ્યામ માવજી ટપરિયા વતી દેવેન્દ્રભાઈ વાઘજીયાણી, રવજી રાધેશ્યામ, ખીમજી ભુવા (માયા), રવજીભાઈ પિંડોરિયા, પ્રવીણ પિંડોરિયા (નારાણપર) કચ્છી લેવા પટેલ એજયુ.મેડી. ટ્રસ્ટના સામજીભાઈ પિંડોરિયા, ભુજ લેવા પટેલ સમાજના નવનિર્વાચિત ટ્રસ્ટી રવજીભાઈ કેરાઈ, માવજીભાઈ, મેઘજીભાઇ ખેતાણી, `હરી' ખેતાણી, મેઘપર નારાણપર તેમજ ચોવીસીના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. મંગળવારે સાંજે ચોવીસી ફેઇમ અલ્પેશ વેકરીયા ઓર્કેસ્ટ્રાના સથવારે રાસની ધૂમ મચી હતી સૌ ભક્તો અને સાંખ્યોગી બહેનોએ ઘેલા નદીના ઘાટમા સ્નાન કર્યુ જેમાં વડીલ શતાયુ સંત સનાતન દાસજી સ્વામી અને વડીલ સંત શ્રીહરિ સ્વામીએ વિશેષ રાસ રમી સૌનો ઉત્સાહ જગાડ્યો હતો. દૈનિક વ્યાખ્યાન માળા યોજાઈ હતી. રાજોપચાર , ફૂલડોલોત્સવ, લાડુબા અને જીવુબાના જીવન ચરિત્રો સહિતના પ્રસંગો ઉજવાયા હતા. ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી, સુખદેવ સ્વામી સહિત વ્યવસ્થાપક સંતોએ ગઢડા મદિર કોઠારી સંતો સહયોગી રહ્યા હતા. વિવિધ સ્વામિનારાયણ સંસ્થાઓ સ્થળોના આમંત્રિત સંતો, સરધાર નિત્ય સ્વરૂપ સ્વામી આદી વડતાલ લક્ષ્મી નારાયણ ગાદીના સંતો ઉપસ્થિત રહયા હતા. નારી રત્ન સદાબાના ઉલ્લેખ સાથે કેરા મંદિરના સાંખ્યોગી દેવબાઈ ફઈ, મજુબાઈ, જશુબાઈ, વનિતાબાઈ, કુંદનપર મહંત જશુબાઈ અને કાંતા ફઈ ભુજ મંદિર મહંત સામબાઈ ફઈ, નીતાબાઈ, માનકુવાના નાનબાઈ, માંડવી મહંત રતનબાઈ અને કાનબાઈ, અંજારના ત્રિવેણીબાઇ, ગઢડા મહંત કૈલાશબા સહિત ચોવીસી સહીત કચ્છ સત્સંગના 200 ત્યાગી બહેનો હાજરી આપી રહ્યા છે બુધવારે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ સંતોને જમાડતા એ ઓરડાની જગ્યાએ સ્મૃતિ સહ સંતો જમ્યા હતા  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer