જૈન પત્રકાર એવોર્ડ - 2022 દેવચંદ છેડાને એનાયત

મુંબઈ, તા. 22 : શ્રી મુંબઈ જૈન પત્રકાર સંઘના ઉપક્રમે અને નૈનમલજી વિનયચંદ્રજી સુરાણા ટ્રસ્ટ પુરસ્કૃત `જૈન પત્રકાર એવોર્ડ - 2022' દેવચંદ છેડાને એનાયત કરવામાં આવ્યો છે. દેવચંદ આર. છેડા હાલ જન્મભૂમિ ગ્રુપના `વ્યાપાર' અખબારના સિટી એડિટર છે. મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના તેઓ ભૂતપૂર્વ માનદ્મંત્રી છે. મુંબઈમાં 18મી જૂને યોજાયેલા સમારોહમાં સમારંભ પ્રમુખ બિપિન અમરચંદ ગાલા (નવનીત પ્રકાશનના મોવડી) અને સતીશ સુરાણાના હસ્તે આ એવોર્ડ તેમને એનાયત કરાયો હતો. સમારંભના મુખ્ય મહેમાન સિદ્ધાર્થ કાશ્યપ અને અતિથિ વિશેષ લીલાબેન ગજેરા હતાં. આચાર્ય કીર્તિપ્રભસૂરિશ્વરજી મહારાજસાહેબ તેમના અન્ય ત્રણ સાધુ શિષ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન આપ્યા હતા. સભાનું સંચાલન જયંતીલાલ એમ. શાહે કર્યું હતું. દેવચંદ છેડા કચ્છ-લાયજા મોટાના છે.