અંજારમાં 421 લાખના વિકાસનાં કામોને મંજૂરી

અંજાર, તા. 22 : અત્રેની નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કચેરીના મુખ્ય સભાખંડ ખાતે ખાસ સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવેલી રૂા. 421 લાખના વિવિધ વિકાસનાં કામોની મંજૂરી આપવામાં આવી હતી, તે ઉપરાંત રૂા. 2072.26 લાખના કામો નગરપાલિકા હસ્તક કરવા માટે સરકારને રજૂઆત કરવા નક્કી કરવામાં આવ્યું હતું.અંજાર શહેરમાં ફરતાં નંદીઓને પકડી નંદીશાળામાં સંવેદના ગૌસેવા ગ્રુપ દ્વારા નિભાવવામાં આવે છે. તેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા કામગીરીને બિરદાવી રૂા. 50 હજારનું માસિક દાન આપવા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ઠરાવનું વાંચન શાસકપક્ષના નેતા સુરેશભાઈ એ. ટાંકે કર્યું હતું. તેમજ વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ તેજસિંહ જાડેજાએ ચર્ચામાં ભાગ લીધો હતો. શાસકપક્ષના 29 અને વિરોધપક્ષના 1 એમ 30 સભ્ય હાજર રહ્યા હતા. ચીફ ઓફિસર જિગર જે. પટેલ, કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે બેઠકની કામગીરી સંભાળી હતી. પ્રમુખ લીલાવંતીબેન, ઉપપ્રમુખ બહાદુરસિંહ ધીરૂભા જાડેજા, શાસકપક્ષના નેતા સુરેશભાઈ અનિલભાઈ ટાંક, કારોબારી ચેરમેન વિજયભાઈ દેવશીભાઈ પલણ, દંડક વિનોદ કાનજીભાઈ ચોટારા સાથે સભ્યો ચર્ચામાં જોડાયા હતા. કાઉન્સિલર મંજુલાબેન ખીમજીભાઈ માતંગ, કુંદનબેન મનસુખલાલ જેઠવા, ડાયાભાઈ ડુંગરશી મઢવી, કેશવજીભાઈ કચરાભાઈ સોરઠિયા, કાશીબેન કાનજીભાઈ ખાંડેકા, શિલ્પાબેન કિંજલભાઈ બુદ્ધભટ્ટી, નિલેશભાઈ મોરારગરભાઈ ગુંસાઈ, ઈલાબેન અનંતભાઈ ચાવડા, પ્રીતિબેન શૈલેષભાઈ ઠક્કર, નશીમબાનુ મજીદ રાયમા, રાજેન્દ્રસિંહ તેજસિંહ જાડેજા, સુરેશ રણછોડભાઈ ઓઝા, હર્ષાબેન કિરનભાઈ ગોહિલ, અનિલ રાજારામ પંડયા, કલ્પનાબેન પરેશભાઈ ગોર, ગાયત્રીબા મહેન્દ્રસિંહ ઝાલા, અમરીશભાઈ મણીલાલભાઈ કંદોઈ, વિજયભાઈ દેવશીભાઈ પલણ, નીતાબેન પુનિતભાઈ ઠક્કર, શકીનાબાઈ હનીફ કુંભાર, મયૂર ખીમજીભાઈ સિંઘવ, વૈભવભાઈ દીપકભાઈ કોડરાણી, મુસ્તફાભાઈ નૂરશાભાઈ શેખ, મામદ હુસેન ગુલામશા સૈયદ, કંચનબેન હરસુખભાઈ બાંભણિયા, ઝંખનાબેન દિપેશભાઈ સોનેટા, પાર્થભાઈ કૃષ્ણલાલભાઈ સોરઠિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.