અંજારમાં આંખ-દાંતના કેમ્પમાં 206 દર્દીઓની સારવાર

અંજાર, તા. 22 : ગાયત્રી શક્તિપીઠ નયા અંજાર દ્વારા મોટી નાગલપુર આહીર સમાજવાડી ખાતે આંખ અને દાંતનો કેમ્પ યોજાયો હતો.ગાયત્રી શક્તિપીઠ-અંજાર, કે.સી.આર.સી. અંધજન મંડળ- ભુજ તેમજ ડો. જયસુખભાઈ મકવાણા (રાજકોટ)ના સહયોગથી કેમ્પ યોજાયો હતો. ગાયત્રી શક્તિપીઠ અંજારના ટ્રસ્ટી હસમુખભાઈ માથકિયાનાં માર્ગદર્શન હેઠળ અવારનવાર આ બંને કેમ્પો યોજાય છે. મોટી નાગલપર ખાતે કેમ્પમાં આંખના 153 દર્દીઓ જોડાયા હતા, તેમાંથી 17 દર્દીઓ કે.સી.આર.સી. અંધજન મંડળ સંસ્થા-ભુજ ખાતે ઓપરેશન માટે મુકાયા હતા.દાંતના 53 દર્દીઓએ સારવાર લીધી, તેમાંથી 20ના દાંત અને દાઢ જાલંધર યોગ પદ્ધતિથી ઈન્જેક્શન વિના કોઈ પીડા વગર સરળતાથી કઢાયા હતા. બાકીના દર્દીઓએ ચેકઅપ અને સારવાર કરાવી હતી.ઉપરોક્ત બંને કેમ્પમાં ડો. જયસુખભાઈ અને તેમની ટીમે તેમજ આંખના ડો.ઈરફાન કાનિયા અને તેમની ટીમે સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા નાગલપર મોટીના સરપંચ જયસુખભાઈ જેઠવા, ઉપસરપંચ હેતલબેન આહીર, માજી સરપંચ રમાબેન ચૌહાણ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તથા સામાજિક અગ્રણી અરજણભાઈ આહીર, મુકેશભાઈ આહીર, શામજીભાઈ આહીર, કિશોરભાઈ મહેશ્વરી, સુનીલભાઈ મહેશ્વરી, કેવળભાઈ ગુંસાઈ, ગાયત્રી પરિવારના ધીરુભાઈ વ્યાસ, આશુતોષભાઈ વૈષ્ણવ તથા ગાયત્રી શક્તિપીઠના પૂજારી નટુભાઈ જોષીએ વ્યવસ્થા અને જહેમત ઉઠાવી હતી.