શિક્ષણ થકી જ સમાજની વિકાસગાથા કંડારી શકાય

શિક્ષણ થકી જ સમાજની વિકાસગાથા કંડારી શકાય
અંજાર, તા. 22 : શિક્ષણથી જ સમાજની વિકાસગાથા કંડારી શકાય તેવો સૂર અંજારમાં લોહાણા મહાજન દ્વારા આયોજીત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં તજજ્ઞોએ વ્યકત કર્યો હતો. કાર્યક્રમમાં અતિથિઓના હસ્તે દિપપ્રાગટય બાદ શિબિરનો પ્રારંભ કરાયો હતો.આ વેળાએ કિરીટભાઈ કારીયાએ ધો.10 અને ધો. 12 પછી મેનેજમેન્ટ ક્ષેત્રની પ્રવેશ પરીક્ષાઓની તૈયારીઓ તથા આ ક્ષેત્રમાં કઈ રીતે ભવિષ્ય બનાવવુ તે વિષયે  પ્રકાશ પાડયો હતો.સી.એ. પિયુષભાઈ ઠકકરે પ્રોફેશનલ અભ્યાસક્રમ સી.એ.,સી.એસ.ની પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે વકતા કેવલભાઈ ઠકકરે વાલીઓ અને વિદ્યાર્થીઓને  ઉપયોગી માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમમાં  અંજાર લોહાણા મહાજનના પ્રમુખ પીન્ટુભાઈ ઠકકર, ઉપપ્રમુખ સુરેશભાઈ ઠકકર, મંત્રી રાજાભાઈ દક્ષીણી, કારોબારી સભ્ય ભરતભાઈ ઠકકર સહિતના હાજર રહયા હતા. સંચાલન વરૂણભાઈ ઠકકર અને આભારવિધિ વૈભવભાઈ કોડરાણીએ કરી હતી.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer