શિણાય તથા આજુબાજુની પાંચ શાળામાં 1.25 લાખની નોટબુકનું વિતરણ

આદિપુર, તા. 22 : યદુવંશી સોરઠિયા સમાજના યુવા મંડળ-શિણાય દ્વારા વિવિધ સામાજિક, શૈક્ષણિક,સાંસ્કૃતિક, સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ કરાય છે તે પૈકી નોટબૂક સહાય યોજના હેઠળ ગાંધીધામ તા.ના શિણાય તેમજ આજુબાજુની પાંચ પ્રાથમિક, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને અંદાજિત 1.25 લાખની નોટબૂકનું વિતરણ દાતા પરિવારોના સહયોગથી કરાયું હતું. ધો. 1થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કરાયેલ નોટબૂક વિતરણ કાર્ય માટે દાતા પરિવારના સ્વ. ડાઇબેન, સ્વ. નારણ કાનજી બલદાણિયા,સ્વ. જીવતીબેન તેમજ સ્વ.દેવશીભાઇ રત્ના પટેલ (હડિયા)ની સ્મૃતિમાં હસ્તે માવજીભાઇ દેવશીભાઇ હડિયા તરફથી આર્થિક સહાય સાંપડી હતી. આ વિતરણ કાર્યક્રમમાં યુવા મંડળના પ્રમુખ?હરિલાલ મનજીભાઇ, ગ્રા.પં.ના સરપંચ દિપકભાઇ વાઘમશી, દાતા પરિવારના શાંતિલાલભાઇ, હરિલાલભાઇ, અજિતભાઇ, યુવા મંડળના સુનિલભાઇ, સુરેશભાઇ, રમેશભાઇ, દયારામભાઇ વિ. સહિત સ્કૂલના આચાર્ય અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.