લમ્પિ સામે વિથોણ જીવદયા સમિતિ મેદાનમાં : હેલ્પલાઇન શરૂ કરાઇ

વિથોણ (તા. નખત્રાણા), તા. 22 : પશુઓને લમ્પિ વાયરસે ભરડામાં લેતાં આ ગામની જીવદયા સમિતિએ કમર કસી છે, પશુઓની સારવાર માટે હેલ્પલાઇન પણ ચાલુ કરી છે.વિથોણ પંથકના પશુઓની હાલત દયનીય થઇ ગઇ છે. લમ્પિ જેવા વાયરસના ભરડામાં અનેક પશુઓ સપડાઇ ગયા છે.કેટલાક પશુઓ મોતને ભેટયાછે. બિમારીની ગંભીરતા લઇને વિથોણની જીવદયા સમિતિ હરકતમાં આવી છે અને કોઇપણ ભોગે રોગને નાથવા કમર કસી છે. દૂધાળા પશુઓને વાયરસવાળા પશુઓથી દૂર રાખવા જણાવ્યું છે.વિથોણ પંથકના ધાવડા, દેવપર, સાંયરા (યક્ષ), ચાવડકા, અધોછની, મોરજર, ભડલી, થરાવડા જેવા ગામોના પશુપાલકો તેમજ અન્ય પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને લમ્પિ વાયરસના લક્ષણ દેખાય તો તરત જ હેલ્પલાઇનમાં જોડાયેલા પશુતબીબનો સંપર્ક કરવો. જેથી સ્થળ ઉપર સારવાર મેળવી શકાય તેવું જણાવાયું છે. વિથોણ જીવદયા સમિતિના પ્રમુખ શાંતિલાલ નાયાણી અને ઉપપ્રમુખ કાંતિભાઇ?મિત્રીના વડપણ હેઠળ મળેલી બેઠકમાં પશુઓની સારવાર માટે પગલાં ભરવા નક્કી થયું હતું. સમિતિના અન્ય સભ્યો ભરત લીંબાણી, મેહુલ જાની, ખરાશંકર જોષી, પ્રકાશ વાળંદ, વાલજી ભગત, મેહુલ મારાજ વિગેરે સેવા માટે તત્પરતા દાખવી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer