રણજી ફાઈનલ : મુંબઈની શાનદાર શરુઆત બાદ મ.પ્ર.ની વાપસી

બેંગ્લુરુ, તા. રર : રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ અને મુંબઈ વચ્ચે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ થયેલા ફાઈનલ મુકાબલામાં મુંબઈની ટીમે ટોસ જીતીને દાવ લીધા બાદ પહેલા દિવસના અંતે નિર્ધારિત 90 ઓવરમાં પાંચ વિકેટે ર48 રન બનાવ્યા હતા. મુલાણી 1ર અને સરફરાઝ ખાન 40 રને અણનમ રહ્યા છે. મુંબઈએ શાનદાર શરૂઆત કર્યા બાદ મધ્યપ્રદેશે પાંચ વિકેટ ખેરવી મેચમાં પુનરાગમન કર્યું હતું. મુંબઈ વતી સુકાની પૃથ્વી શો એ 47, યશસ્વી જયસ્વાલે 78, અરમાન જાફરે ર6 તથા સુવેદ પારકરે 18 રન બનાવ્યા હતા. વિકેટ કીપર હાર્દિક તામોરે ર4 રને આઉટ થયો હતો. પૃથ્વી અને યશસ્વીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. 87 રનના સ્કોરે પૃથ્વીની પહેલી વિકેટ પડી હતી. મધ્યપ્રદેશ વતી અગ્રવાલ તથા જૈને ર-ર અને કાર્તિકેયે એક વિકેટ ઝડપી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer