સંકટગ્રસ્ત શ્રીલંકામાં જીતનો જશ્ન : ઓસી વિરુદ્ધ 30 વર્ષ બાદ જીતી વન-ડે શ્રેણી

કોલંબો, તા. 22 : આર્થિક, રાજકીય અને સામાજિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે શ્રેણીના વિજયનો જોરદાર જશ્ન મનાવાઈ રહ્યો છે. 30 વર્ષના લાંબા સમયગાળા બાદ શ્રીલંકાએ વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.શ્રીલંકાની ક્રિકેટ ટીમે દેશની જનતાને ખુશ કરતાં ક્રિકેટ શ્રેણી જીતવાની ભેટ આપી છે. શ્રીલંકાએ ચોથી વન-ડે માં છેલ્લા દડે ચોગ્ગો ફટકારી પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી છે. શ્રેણીની છેલ્લી પાંચમી વન-ડે શુક્રવારે રમાશે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer