કચ્છમાં ચાર નાયબ કાર્યપાલક ઈજનેર બદલ્યા,બે અધિક મદદનીશ ઈજનેર કચ્છ આવ્યા

ભુજ, તા. 22 : ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ વર્તુળ અને જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેરની બદલી કરવામાં આવી છે જેમાં કચ્છમાંથી ચાર નાયબ કાર્યપાલક અને બે અધિક મદદનીશ ઈજનેરનો સમાવેશ થાય છે. ગઈકાલે બહાર પડાયેલા બદલીના હુકમોમાં જિલ્લા મથક ભુજ ખાતે ફરજ બજાવતા એટીવીટીના નાયબ કાર્યપાલક ઈજનેર ડી. વી. મહેશ્વરીને કચ્છમાં જ માર્ગ અને મકાન વિભાગ દયાપર ખાતે, અંજારના રાજેન્દ્ર બલદાણિયાને અમદાવાદ, મુંદરાના જે. કે. લાલવાણીને ખંભાત, નખત્રાણાના રાજેન્દ્રકુમાર પંચાલને દાંતા ખાતે બદલવામાં આવ્યા છે તો ધ્રોલ ખાતે ફરજ બજાવતા એચ. પી. તેરૈયા અને આણંદના એન. એચ. સોલંકીની ભુજ ખાતે નિમણૂક કરાઈ છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer