થાણેમાં વાગડની મહિલાનું બસની હડફેટે મોત

થાણે, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : થાણે શહેરના કાપૂરબાવડી નાકા વિસ્તારમાં બસની હડફેટે આવી જવાથી સ્કૂટરચાલક કચ્છ વાગડના કુંજનબેન જીતુભાઇ જોબનપુત્રા (37)નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. કાપૂરબાવડી પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારમાં 16/6ના આ દુર્ઘટના સર્જાઇ હતી. થાણેમાં રહેતા કુંજનબેન તેમના બે બાળકોને સ્કૂલમાં મૂકીને પાછા ફર્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તેમના પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકોની તબિયત સારી ન હતી પણ તેમનો અભ્યાસ બગડે નહીં એ માટે પોતે સ્કૂટર ચલાવીને બાળકોને મૂકવા ગયા હતા. પાછળથી આવેલી બસની હડફેટે આવી જવાથી તેમને ગંભીર ઇજાઓ થઇ હતી તેથી તેમનું મૃત્યુ થયું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer