26મીએ ભુજમાં ઓપન કચ્છ ચેસ સ્પર્ધા

ભુજ, તા. 22 : સમગ્ર કચ્છની તમામ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વધુને વધુ ચેસની રમત સાથે જોડવા અને વિદ્યાર્થીઓની અંદર રહેલા ટેલેન્ટ બહાર કાઢવાના હેતુસર તા. 26/6/22 અંડર-11 બોયઝ, અંડર-14 બોયઝ, અંડર-18 બોયઝ, અંડર-11 ગર્લ્સ, અંડર-14 ગર્લ્સ, અંડર-18 ગર્લ્સ એમ છ કેટેગરી માટે સક્સેસ ચેસ એકેડેમી દ્વારા ખેલ મહોત્સવ ઓપન કચ્છ ચેસ સ્પર્ધાનું આયોજન હોટેલ મંગલમના એ.સી. હોલમાં કરાયું છે.આ સ્પર્ધામાં 60 જેવા સ્પર્ધકને ઇનામો આપવામાં આવશે. પ્રથમ પાંચ સ્પર્ધકને ટ્રોફી, સર્ટિફિકેટ, રોકડ તેમજ બાકી પાંચને ટ્રોફી અને સર્ટિફિકેટ એમ દરેક કેટેગરીમાં 10 ઇનામ આપવામાં આવશે.ઓપન કેટેગરી સિનિયર વિભાગમાં પહેલા વિજેતા 1100, બીજા વિજેતા 800, ત્રીજા વિજેતા 600, ચોથા વિજેતા 500, પાંચમા વિજેતા 400, છઠ્ઠા વિજેતા 400, સાતમા વિજેતા 300, આઠમા વિજેતા 300, નવમા વિજેતા 300, દશમા વિજેતા 300 તેમજ પાંચને મેડલ એમ 15 ખેલાડીને ઇનામ આપવામાં આવશે. આ સ્પર્ધા સિવ્ઝ લીગ અને આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે રમાડવામાં આવશે. ક્લોક ટાઇમ દરેક રાઉન્ડ 20-5ની સમયમર્યાદામાં રમાડાશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ પોતાનું ચેસ બોર્ડ ફરજિયાત સાથે લઇ આવવાનાં રહેશે. જુનિયર સ્પર્ધકોને 26/6 રવિવારે 8.30 જ્યારે સિનિયર બપોરે 12 વાગ્યે રિપોર્ટ કરવાનો રહેશે. વધુ માહિતી માટે સંજય દાવડા-98794 89179, ખીમજીભાઇ પરમાર-95588 21751, ચમનલાલ ભભેર-94274 33394નો સંપર્ક કરવા જણાવાયું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer