કચ્છમાં ખાલી જગ્યાઓ ભરવા પ્રવાસી શિક્ષક નિમણૂકની મુદત વધારાઈ

ભુજ, તા. 22 : શિક્ષકોની કાયમી ઘટ ભોગવતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના અભ્યાસના હિતમાં પ્રવાસી શિક્ષકની નિમણૂકની મુદત વધારવામાં આવી છે. જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડાયેલા પરિપત્ર પ્રમાણે રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મંજૂર ાuશક્ષકોની જગ્યા નિયમિત શિક્ષકોથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તેવા ઉદેશ સાથે તાસ દીઠ માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની જગ્યા ભરવા જણાવાયું છે.આ પ્રવાસી શિક્ષકોની જગ્યાઓ ભરવા આગામી વર્ષ 2022-23 વર્ષ સુધી મુદત લંબાવવામાં આવી છે.આ અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં તાસ પદ્ધતિ ન હોઈ ત્યાં મહત્તમ દૈનિક વેતન રૂા. 510 લેખે માસિક મહત્તમ રૂા. 10,500ની મર્યાદામાં તેમજ માધ્યમિકમાં દૈનિક પાંચ તાસ દીઠ  રૂા. 875 મહત્તમ રૂા. 16,500 અને ઉચ્ચ માધ્યમિકમાં ચાર તાસ દીઠ રૂા. 800 મહત્તમ રૂા. 16700ની મર્યાદામાં ચૂકવવામાં આવશે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer