મેડિકલ બિલની ઉચ્ચ કક્ષાએ રજૂઆતની ખાતરી

ભુજ, તા. 22 : કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસિએશનની વર્ષ 2021-22ની સામાન્ય સભા બ્રહ્મ સમાજની વાડી પંચહટડી ખાતે સંસ્થાના પ્રમુખ પ્રતાપભાઈ આશરના પ્રમુખસ્થાને મળી હતી. સભાની શરૂઆત કોરોના કાળમાં દિવંગત થયેલ સભ્યોને મૌન રાખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. દીપ પ્રાગટય બાદ ઉપસ્થિતોને આવકાર અપાયો હતો. ગત વર્ષની સામાન્ય સભાની કાર્યવાહીની શરૂઆત ગત મિનિટ્સનું વાંચન તથા હિસાબોની રજૂઆત મંત્રી હરીશભાઈ સોનીએ કરી સર્વાનુમતે બહાલી અપાઈ હતી. જૂની કારોબારીની મુદત પૂર્ણ?થતાં ગત માસ દરમ્યાન નવી કારોબારીની રચના માટે બંધારણ મુજબ ચુંટણી અધિકારી ભરતભાઈ વોરાની નિમણુંક કરી ચુંટણીની જાહેરાત સંસ્થાના કાર્યાલય ખાતે પ્રસારિત કરી હતી. સમય પૂર્ણ?થતા માત્ર એક જ પ્રતાપભાઈ આશરના નેતૃત્વવાળી પેનલ આવતા તેને સર્વાનુમતે વર્ષ?2022થી 2025 માટે ચુંટાયેલા જાહેર કરાયા હતા.પ્રમુખ શ્રી આશરે વર્ષ દરમ્યાન થયેલ પ્રવૃત્તિઓની માહિતી આપતા કહ્યું કે, મેડિકલ બિલોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી અને હજુ પણ કરાશે એવી ખાતરી આપી હતી.સભ્યો તરફથી જુદા જુદા પ્રશ્નો રજૂ થતાં તેનું નિરાકરણ લાવવા પ્રયાસો કરાયા હતા. સમાન્ય સભા બાદ વડીલ વંદના, દાંપત્યજીવનના 50 વર્ષ પૂર્ણ કરેલ દંપતીઓ તથા 70 વર્ષ પૂર્ણ કરનાર 60 ભાઈ-બહેનોનું સંસ્થાના કારોબારી સભ્યો તથા અન્ય મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. સભામાં 200થી વધારે પેન્શનર્સ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ પ્રકાશભાઈ પાઠક, ખજાનચી કલ્યાણગીરી સાગરપોત્રા, દેવેન્દ્રભાઈ ભાટી, નાનાલાલ ચૌહાણ, સુરેન્દ્રભાઈ વ્યાસ, ચંદ્રકાન્તભાઈ જેઠી, જ્યોતિબેન કોઠારી, ખત્રીભાઈ, જેરામભાઈ, વિનોદભાઈ સલાટ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. મદન ભટ્ટ તથા પ્રદીપ જોશી સંચાલન ધૃતિબેન પાઠકે આભારવિધિ મંત્રી હરીશભાઈ સોનીએ કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer