દયાપરથી નરા સુધીનો માર્ગ બનાવવા રજૂઆત
દયાપર (તા. લખપત), તા. 22 : દયાપરથી નરા સુધીના રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાથી છેવાડાના ગામોને જોડતા આ મારગને બનાવવા માર્ગ મકાન વિભાગના મંત્રી સમક્ષ માગણી કરવામાં આવી હતી. બાપા સીતારામ ડેવલપમેન્ટ ટ્રસ્ટના કે.ડી. જાડેજાએ માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, નરાથી દયાપર રોડ બનાવવા માટે કેટલી લેખિત રજૂઆત કર્યા?છતાં આજ દિવસ સુધી આ રસ્તો બનાવવામાં નથી આવતો આ રોડ પરથી છેવાડાના ગામડાઓ જોડવા માટેનો રસ્તો જર્જરિત છે. આ રોડ 21 કિલોમીટરનો રસ્તો 1 કલાકથી પણ વધારે સમય દયાપર પહોંચતા લાગે છે અને રાજકીય નેતાઓ કેમ આગળ નથી આવતા એ સમજાતું નથી. આ રસ્તો ડાયરેક્ટ સરહદ સાથે જોડાયેલા ઘણા ગામડાઓ તેમજ આ રસ્તે બીએસએફની પણ આવ જાવ રહે છે તેમજ આગળ ઘડુલી સાંતલપુર રસ્તા ને મળે છે. ઝડપભેર રોડનું કામ કરવામાં આવે તેવી માગણી તેમણે કરી હતી.