ગાંધીધામ તાલુકા પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત

ગાંધીધામ, તા. 22 : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકાની ટીમ દ્વારા ગાંધીધામ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી તાલુકાના શિક્ષકોના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીધામ તાલુકાના શિક્ષકોના લાંબા સમયથી હજી પણ ઘણા બધા એરિયર્સબીલો બાકી છે. તો તે બીલ જે બાકી છે તેની રકમની જિલ્લા પંચાયતમાંથી માગણી કરી શિક્ષકોના આ બાકી એરિયર્સબીલ તાત્કાલિક કાઢવા વયનિવૃતિ કે સ્વૈચ્છિક નિવૃતિના કારણે નિવૃત થયેલા શિક્ષકોના રજા રોકડની રકમ, જુથવિમાની રકમ, જી.પી.એફ.ની રકમ, ગ્રેજ્યુટી જેવી રકમના બીલો બનાવવા, સાતમા પગારમંચ મુજબ હજી પણ ઘણાબધા શિક્ષકોના સ્ટીકર બાકી છે. જેમના કારણે તેમને ઉચ્ચતર હાયર ગ્રેડના લાભો મળી શકતા નથી. આથી સ્ટીકરની કામગીરી સત્વરે પૂર્ણ?કરવા તથા વિદ્યાસહાયક તરીકેની 5 વર્ષની નોકરી પૂર્ણ?કર્યા બાદ આ વર્ષે જે પુરા પગારમાં આવ્યા તેવા શિક્ષકોના સીપીએસ ખાતા ખોલવા સહિતની માગણી કરવામાં આવી હતી.. અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ વર્ષાબેન પટેલ, જિલ્લા પ્રતિનિધિ ગોવિંદભાઈ તિવારી અને ભરતભાઈ ઠક્કર સહિતના શિક્ષકો જોડાયા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer