રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં કેડીટીટીએની ટેનિસ ટીમને કાંસ્ય

રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં કેડીટીટીએની ટેનિસ ટીમને કાંસ્ય
આદિપુર, તા. 24 : એસએજી સ્પોર્ટસ કોમ્પ્લેકસ, ખોખરા, અમદાવાદ ખાતે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાજય કક્ષાના ખેલ મહાકુંભમાં કેડીટીટીએની ટીમે અન્ડર-14 લોન ટેનિસ ચેમ્પિયનશીપમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેડીટીટીએની જીયા મહેશ્વરી, વંશી આહિર અને સુહાના ભમ્ભાણીની ટીમે રાજકોટની ટીમને 2-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રથમ મેચમાં જીયાએ રાજકોટની નિકિતા ચૌહાણને 6-1થી હરાવી હતી જયારે બીજી મેચમાં વંશીએ હિયાને ડોડિયાને 6-0થી હાર આપી હતી. આ ત્રણેય ખેલાડીઓ હરેશ સંગતાણી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર અને આસિ. કોચ પ્રનેન્દ્ર ભોવડ પાસે તાલીમ લઈ રહ્યા છે. ખેલાડીઓને પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યાં હતાં. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer