ભારત-અમેરિકી સંબંધો વિશ્વાસની ભાગીદારી

ટોકિયો, તા. 24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા વધુ સમૃદ્ધ, મુક્ત અને સુરક્ષિત વિશ્વ માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યા બાદ ભારત અને અમેરિકાએ મહત્ત્વપૂર્ણ તથા ઊભરતી ટેકનોલોજીનાં ક્ષેત્રમાં પોતાની સુરક્ષા એજન્સીઓની વચ્ચે સહયોગ વધારવા માટે મહત્ત્વના જોડાણની જાહેરાત કરી હતી. વડાપ્રધાને ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધોને `ભરોસાની ભાગીદારી' ગણાવી હતી અને બન્ને નેતાઓએ ભારત-અમેરિકા સંરક્ષણ તથા આર્થિક સંપર્કોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બાદ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ સાથે સાર્થક બેઠક યોજાઈ છે. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે સાર્થક બેઠક યોજાઈ હતી. આજની ચર્ચા વ્યાપક હતી અને તેમાં વ્યાપાર, રોકાણ, સંરક્ષણની સાથેસાથે લોકો-લોકોની વચ્ચે સંબંધો સહિત ભારત-અમેરિકા સંબંધોનાં અનેક પાસાંઓને સામેલ કરવામાં આવ્યાં હતાં.ટોકિયોમાં બન્ને નેતાઓની વચ્ચે બેઠક બાદ વિદેશ મંત્રાલયે પણ જણાવ્યું હતું કે, બંન્ને દેશોએ મહત્ત્વની અને ઊભરતી ટેકનોલોજીથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કવોન્ટમ કોમ્પ્યુટિંગ, પ-જી અને 6-જી ક્ષેત્રે સહકારની પહેલ કરી છે.જાપાનની રાજધાની ટોકિયોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે વાટાઘાટ થઈ હતી. આ દરમ્યાન વડાપ્રધાન  મોદીએ કહ્યંy હતું કે, વૈશ્વિક શાંતિ માટે ભારત-અમેરિકાની દોસ્તી મહત્ત્વની છે. અમારા સમાન હિતોમાં વિશ્વાસ મજબૂત બન્યો છે. અમારી દોસ્તી માનવકલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.તેમણે કહ્યું કે, હિન્દ-પ્રશાંત મુદ્દે અને સમાન વિચારધારાવાળા દેશોની વચ્ચે સમાન વિચારોની આપ-લે કરીએ છીએ, જેનાથી અમારી ચિંતા અને હિતોની રક્ષા માટે કામ કરવામાં આવી શકે.વડાપ્રધાને કહ્યું કે, મને વિશ્વાસ છે કે, અમારી વચ્ચે ભારત-અમેરિકા ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટથી રોકાણની દિશામાં મજબૂત પગલાં જોવા મળશે અને ટેકનિકલ ક્ષેત્રમાં પોતાનો દ્વિપક્ષીય સહયોગ વધારી રહ્યા છીએ અને વૈશ્વિક મુદ્દા પર આપસી સમન્વય કરી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, `ભારત અને અમેરિકી સહભાગીતા સાચા અર્થમાં વિશ્વાસની ભાગીદારી છે. અમારા સંયુક્ત હિતો અને મૂલ્યોએ બંન્ને દેશોની વચ્ચે વિશ્વાસના બંધનને મજબૂત કર્યા છે.' બાયડને કહ્યું કે, મને વિશ્વાસ છે કે, અમે અમેરિકી ડેવલોપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન માટે ભારતમાં કામ કરવાનું જારી રાખવા, રસી ઉત્પાદન, સ્વચ્છ ઊર્જાની પહેલનું સમર્થન કરવા માટે સમજૂતી કરી ચૂકયા છીએ.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer