આંધ્રમાં જિલ્લાનું નામ બદલવા મુદ્દે હિંસા

અમરાવતી, તા. 24 : આંધ્રપ્રદેશના અમલાપુરમાં કોનસીમાં જિલ્લાનું નામ બદલવાને લઈને રાજકારણ જામ્યું છે. આજે અમલાપુરમ ક્લોક ટાવર સેન્ટરમાં તંગદીલી ફેલાઈ હતી. સેંકડો યુવાનો માર્ગો પર ઊતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચારો કર્યા હતા. તનાવને જોતાં પોલીસે 144મી કલમ લગાડી હતી, પણ  હિંસક ટોળા પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહી હતી. દેખાવકારોએ ત્રણેક વાહનોને આગ ચાંપી હતી. ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો અને આંધ્રના મંત્રી પી. વિશ્વરૂપાનું ઘર પણ ફૂંકી માર્યું હતું. પથ્થરમારામાં વીસ પોલીસ ઘાયલ થયા હોવાના હેવાલ છે. ઉલ્લેખનીય છે કે, આંધ્ર સરકારે કોનાસીમા જિલ્લાનું નામ બદલીને બી. આર. આંબેડકર રાખ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer