કુકમાના પોક્સો કેસમાં આરોપીના જામીન નામંજૂરની સ્પષ્ટતા

ભુજ, તા. 24 : કુકમાના પોકસો કેસમાં આરોપી હાજી લાખા હાજી સમાના સ્પે. પોકસો જજની કોર્ટમાં આરોપીએ નિયમિત જામીન પર મુક્ત થવા માટે જામીન અરજી રજૂ કરી હતી. જે જામીન નામંજૂર થયા છે. સરતચૂકથી આ અંગેના સમાચારમાં જામીન મંજૂર થયા હોવાનું છપાયું હતું, પરંતુ ખરેખર આરોપીના જામીન એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા હતાની આમ આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવે છે. આ કેસમાં ફરિયાદ પક્ષવતી સ્પે. પી.પી. એચ.બી. જાડેજા તથા મૂળ ફરિયાદીના વકીલ તરીકે અબ્દુલ મલીક એ. પઢિયાર તથા અબ્દુલ મજીદ એ. પઢિયાર હાજર રહ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer