ઉમૈયામાં શખ્સે પત્ની અને સાળા ઉપર હુમલો કર્યો
રાપર, તા. 24 : તાલુકાના ઉમૈયા ગામમાં શખ્સે સાળા અને તેની પત્ની ઉપર હુમલો કર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 23ના સાંજના અરસામાં બન્યો હતો. આરોપી વિનોદ ખુમાણ રાઠોડ તેની પત્નીને લેવા ગયો હતો. ફરિયાદી મુકેશ ગોવિંદ જાદવે તબિયત સારી થઈ જશે પછી મૂકશું તેમ કહેતાં ઉશ્કેરાયેલા બનેવીએ ઝઘડો કરી ફરિયાદીનું ગળું પકડી લીધું હતું અને છરી કાઢી મારવા જતો હતો. આ દરમ્યાન આરોપીની પત્ની વચ્ચે આવતાં તેને પણ છરી મારી હતી. રમીલાબેનને હાથના ભાગે ઈજા પહોંચી હતી. આસપાસના લોકો આવી જતાં આરોપી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.