દેશને એક કરવામાં રજવાડાઓનું સ્થાન અદકેરું

દેશને એક કરવામાં રજવાડાઓનું સ્થાન અદકેરું
ભુજ, તા. 14 : કચ્છના રાજવી પરિવારના મહારાવ પ્રાગમલજી ત્રીજાની કાંસ્ય પ્રતિમાનું મહારાણી પ્રીતિદેવીબાના હસ્તે ભુજ સ્થિત રણજિત વિલાસ પેલેસ પાસે શાત્રોક્ત વિધિ સાથે અનાવરણ કરાયું હતું. સ્મારક ઉદ્યાન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ અને ક્ષત્રિય સભાના જાડેજા ભાયાતો તેમજ વિવિધ રાજઘરાનાના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ પરિવારના કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજે નૃસિંહ જયંતીએ મહારાવની જન્મજયંતીએ પૂર્ણ કદની સિંહાસનસ્થ પ્રતિમાનું અનાવરણ અઢી એકરમાં નિર્મિત ઉદ્યાનમાં કરાયું છે જેમાં કચ્છના 18 મહારાવના ફોટા સાથે અંગ્રેજી અને ગુજરાતીમાં ઇતિહાસનો ઉલ્લેખ કરાયો છે. ભાયાત પરિવારના મોભી અને કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજાએ  વક્તવ્ય આપતાં કચ્છના ઇતિહાસથી ઉપસ્થિતોને અવગત કર્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું કે, રાજ પરિવારોએ રજવાડા દેશ માટે અર્પણ કર્યા તેથી એક દેશ બન્યો છે, એમની રાષ્ટ્રવાદની પ્રેરણા આ પ્રતિમાથી લોકો અને પ્રવાસીઓ મેળવશે. 19મા નંબરે રાજવી પરિવારના મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઇચ્છા મુજબ મહારાણીબા 50 લાખના ખર્ચે ઉદ્યાનનું નિર્માણ અઢી એકરમાં કરાવી રહ્યા છે. 15 લાખના ખર્ચે પ્રતિમાનું નિર્માણ કરાવ્યું છે. આરંભમાં સવારે રાજવી પરિવારના કુંવર ઇન્દ્રજિતસિંહ, દેવપર ઠાકોર પરિવારના કૃતાર્થસિંહ, તેરા ઠાકોર પરિવારના મયૂરધ્યજસિંહ જાડેજાએ પૂજનવિધિ કરાવી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટિલ, શિક્ષણ રાજ્યમંત્રી અને પ્રભારી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ વિનોદ ચાવડા, જિ.પં. પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્યો વાસણભાઇ આહીર, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, નગરપતિ ઘનશ્યામ ઠક્કરે પ્રતિમાને પુષ્પહાર પહેરાવી મહારાણી પ્રીતિદેવીબાને મળી અભિનંદન આપ્યાં હતાં. કુંવર ઇન્દ્રજિતસિંહ દંપતી,  મહિપાલસિંહ, કુ. વિધિ, તેરા ઠાકોર પરિવારના મયૂરધ્યજસિંહ, આરતીબા, હર્ષાદિત્યસિંહ, કુ. વિશ્વેશ્વરી, દેવપર ઠાકોર પરિવારના કૃતાર્થસિંહ, મૃત્યુંજયસિંહ, કુ. પદ્મિની, રોહા ઠાકોર પરિવારના પુષ્પેન્દ્રસિંહ, અક્ષયરાજ વિજેશભાઇ પૂંજા, દિવ્યા પૂંજા, શ્રીરાજસિંહ ગોહિલ, ભરતભાઇ ધોળકિયા, અભિજીત ધોળકિયા, સમીરભાઇ ભટ્ટ, જીતુભાઇ શાહ, પુષ્પદાનભાઇ ગઢવી, બાબુભાઇ મેઘજી શાહ, હકૂમતસિંહ જાડેજા, જોરુભા રાઠોડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, બહાદુરસિંહ જાડેજા, કરણસિંહ વાઘેલા વગેરે જાડેજા ભાયાતોએ મહારાણીનું શાલ અને ફૂલોથી સન્માન કર્યું હતું. રવીન્દ્ર સંઘવી, શ્રૃજનના દીપેશભાઇ શ્રોફ, પુષ્પદાનભાઇ ગઢવીએ મહારાઓ વિશે લખેલી પરિચય પુસ્તિકાનું વિતરણ કર્યું હતું. આગેવાનો પ્રતાપભાઇ આશર, જગદીશભાઇ મહેતા, જનાર્દનભાઇ દવે, મોટી પોશાળના મહંત પ્રવીણ ગોરજી, કમલકાંત ભટ્ટ, નરેશભાઇ અંતાણી વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 800 કિલોની કાંસ્ય પ્રતિમા ભુજના યુવા રુદ્ર ઠાકરે પાંચ મહિનામાં તૈયાર કરી છે. તેણે વડોદરાની એમ.એસ. યુનિ.માંથી શિલ્પકારની પદવી મેળવી છે. તેમના કહેવા મુજબ 600 વર્ષ સુધી પ્રતિમાને હવામાનથી વાંધો નહીં આવે. પ્રતિમા સ્થળની ડિઝાઇન કિરણભાઇ વાઘેલા અને તેમના પુત્ર સત્યાએ તૈયાર કરી છે. - પરિવારના રાજઘરાનાના મહેમાનોની ખાસ ઉપસ્થિતિ : રાજઘરાનાના મહેમાનોમાં ત્રિપુરાના રાજમાતા, મહારાજા અને રાજકુમારી પ્રજ્ઞાદેવી, રાજમાતા છત્તરપુર, મહારાજ અને મહારાણી કંવરધા, મહારાજા અને મહારાણી સંતરામપુર, રાજકુમારી ઉર્વશીદેવી બારિયા, મહારાણી ડુમરાન, રાજમાતા ચરખારી, મહારાજ કુમાર અને કુંવરાણી ચરખારી, મહારાવ બારિયા, રાવસાહેબ ડોફન, આર. કે. રાજસિંઘજી સિતામઉ, યુવારાણી અને રાજકુમારી શિરોહી, મહારાજા અને મહારાણી બરવાની, સુભાષભાઇ નરોત્તમદાસ, જાગૃતિ વિક્રમ, શોભા સંપટ, રાજકુમાર ઝાલાવાડ રાજસ્થાન હાજર રહ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer