નાના રતડિયા ભાગવતમાં ભક્તિમય જીવનની શીખ

નાના રતડિયા ભાગવતમાં ભક્તિમય જીવનની શીખ
ગઢશીશા, તા. 14 : માંડવી તાલુકાના નાના રતડિયા શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે બ્રહ્મલીન ગીરીજાદત્તગિરિજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વક્તા નાનાલાલભાઇ રાજ્યગુરુ (મહુવાવાળા)ના વ્યાસાસને કથાના છઠ્ઠા દિવસે શુક્રવારે સવારના ભાગમાં ભગવાન શ્રીકૃષ્ણના નામનું મહિમા વર્ણન કરતા વક્તાએ વ્યાસપીઠ પરથી શ્રીકૃષ્ણના નામ માત્રથી જીવન પાવન થઇ જાય છે તેમ કહેતા જીવન ભકિતમય જીવવા માટે જણાવ્યું હતું. શુક્રવારે માંડવી મુંદરા મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ હાજરી આપી કથા શ્રવણ કર્યું હતું. ટ્રસ્ટી સામજીભાઇ નાકરાણી, વસંતભાઇ ભદ્રા, બટુકસિંહ જાડેજા, નારાણભાઇ ચૌહાણ વિગેરે દ્વારા તેમને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઇ મહેશ્વરી, ઉપપ્રમુખ રાજુભા જાડેજા, તા.પં. વિપક્ષ નેતા અરવિંદસિંહ જાડેજા, ભાજપ માંડવી તા. પ્રમુખ સુરેશભાઇ સંગાર, મહામંત્રી મહેન્દ્રભાઇ રામાણી, બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજેન્દ્રગીરી ગોસ્વામી, પૂર્વ પ્રમુખ મુરજીભાઇ ગઢવી, અરવિંદભાઇ ગોહિલ (માંડવી શહેર ભાજપ પ્રમુખ), કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઇ થાનકી, વિક્રમસિંહ જાડેજા (ભચાઉ), સંજયગિરિ ગોસ્વામી (ગઢશીશા), કચ્છમિત્રના જીજ્ઞેશ  આચાર્ય, હિરાભાઇ જેસંગ આહીર વિગેરે ઉપસ્થિત રહ્યા છે. વ્યવસ્થામાં રણજીતસિંહ જાડેજા, દેવેન્દ્રભાઇ વ્યાસ (માંડવી), ભરતભાઇ બાંડા, બળવંતસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા. મહંત મહામંડલેશ્વર કલ્યાણગિરિજી મહારાજતથા શંભુગિરિજી મહારાજના સાંનિધ્યમાં તમામ આયોજન ગોઠવાયું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer