પ્રદેશ ભાજપ અધ્યક્ષે માંડવીની શાળાની વિજ્ઞાનપ્રયોગ શાળા નિહાળી

પ્રદેશ ભાજપ અધ્યક્ષે માંડવીની શાળાની વિજ્ઞાનપ્રયોગ શાળા નિહાળી
માંડવી, તા. 14 : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા?મેમોરિયલ ક્રાંતિતીર્થની મુલાકાત લઈ પુષ્પાંજલિ કરી હતી. તેમણે શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ ધો. 11-12ના વિદ્યાર્થીઓ માટે બનાવાયેલા ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રી ત્રણ વિભાગ તેમજ ઓડિયો વિઝયુઅલ રૂમની મુલાકાત લીધી હતી. અનિલ ખીમજીએ માહિતી પૂરી પાડી હતી. સ્થાનિક ટ્રસ્ટી ભરતભાઈ વેદે સાયન્સ લેબ અંગેની વધુ માહિતી આપતાં જણાવ્યું કે, આપણે ત્યાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર કામ થતું હોય છે. જ્યારે આ સાયન્સ લેબ ભૂકંપ અને માંડવીની દરિયાળ રેતાળ જમીનને ધ્યાનમાં રાખીને જાપાન-અમેરિકા જેવા દેશોમાં ચાલતી પદ્ધતિથી પ્રિફેબ ફ્રેમ સ્ટ્રકચર બિલ્ડિંગ પાયલિંગ વર્કથી જમીનમાં ખોદાણ કર્યા?વગર તૈયાર કરવામાં આવી છે. લેબ અને શાળાનું નિરીક્ષણ કર્યા?બાદ માંડવી નગર સેવા સદન દ્વારા રૂપિયા 2.28 કરોડના વિવિધ વિકાસકામોના ભૂમિપૂજનની તક્તીનું શ્રી પાટિલે અનાવરણ કર્યું હતું. ટ્રસ્ટ વતી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલનું સન્માન ટ્રસ્ટી અને ઓમાનમાં હિન્દુ શેખનું બિરૂદ મેળવનાર અનિલભાઈ ખીમજીભાઈએ કર્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ સી. આર. પાટિલ વતી જણાવ્યું કે, અહીં દીકરીઓ માટે કામ કરાયું છે તે માટે તેઓ ખાસ આવ્યા છે અને અહીંની લેબ જે રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામી છે તે સુવિધા અહીંના લોકોને મળશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, દેવાંગભાઈ દવે, હેતલબેન સોનેજી, વિશાલભાઈ ઠક્કર, નીલેશભાઈ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ સંઘાર, રાણશીભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ ગઢવી, કીર્તિભાઈ ગોર, અમૂલભાઈ દેઢિયા, શિવજીભાઈ ફોફીંડી, વાડીલાલભાઈ દોશી સહિત હાજર રહ્યા હતા.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer