ભચાઉમાં નિર્મિત શનિદેવના પ્રથમ મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો

ભચાઉ, તા. 14 : અહીંના વિશાળ અનેક દેવી-દેવતાઓવાળા મંગલેશ્વર મહાદેવ મંદિરે શનિદેવનું મંદિર નિર્માણ પામતાં ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. ભચાઉ શનિદેવનું પ્રથમ મંદિર બનતાં ભાવિકોમાં ઉત્સાહ ફેલાયો હતો. પ્રતિષ્ઠાવિધિ અને મૂર્તિના મુખ્ય યજમાનપદે મહેન્દ્રસિંહ (બાબુભા) નટુભા જાડેજા અને તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રહ્યા હતા. વિધિ શાત્રી અવિનાશભાઇ જોશી, હરેશભાઇ જોશીએ કરાવી હતી. મંગલેશ્વર મહાદેવ મંદિરમાં કાયમી ભકતો, યજમાન પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. દિવંગત પ્રાણશંકર રાજારામ જોશી અને નેણપુરીભાઇ ગોસ્વામીની દાયકાઓ પૂર્વેની ધાર્મિક ભાવના- મંદિર નિર્માણ સેવાને બિરદાવાઇ હતી.પૂજારી અરવિંદપુરીએ વ્યવસ્થા સંભાળી હતી.