કિસાન સંઘે નર્મદા મુદ્દે લેવાયેલો નિર્ણય આવકાર્યો

ભુજ, તા. 14 : ગઇકાલ સુધી જેના માટે ધરણાં-ઘેરાવ ચાલતા હતા એ નર્મદાની કચ્છ દુધઇ પેટા શાખા નહેરનું બાકી રહેલું 45 કિલોમીટરનું કામ ખુલ્લી કેનાલ રૂપે કરવાના સરકારના નિર્ણયને ભારતીય કિસાન સંઘે આવકાર્યો છે.1550 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી આ વિસ્તારના સૂકા ગામડાને જીવતદાન મળશે, સરહદ ખાલી થતી અટકશે અને પશુઓને પીવાનું પાણી તેમજ ઘાસચારો મળશે, વરસાદ આધારિત કપિત પિયત ખેતી થશે, આ વિસ્તારના લોકોને નવજીવન મળશે તેવી આશા કિસાન સંઘ સેવી રહ્યું છે. દુધઇ નહેરમાં રેગ્યુલર પાણી આપવાના હતા તેમાં 23 કિલોમીટરના કામ પણ થઇ?ગયા બાદ સરકારના અચાનક વિવાદાસ્પદ નિર્ણયથી 2020માં તે કેનાલનું બાકી રહેતું કામ પાઇપલાઇન દ્વારા કરવાના નિર્ણયથી તે વિસ્તારના ગામડાઓને મોટો અન્યાય થાય છે તેવી લાગણી સાથે તે વખતે જ ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશ સાથે રહીને સરકારને આવેદનપત્ર દ્વારા પાઇપલાઇન નાખવાના નિર્ણયનો વિરોધ કર્યો. સરકારે નિર્ણય ના બદલવાથી હાલમાં ભારતીય કિસાન સંઘે ટ્રેક્ટર રેલી કાઢી છતાં પણ કોઇ નિર્ણય ન આવવાથી ભારતીય કિસાન સંઘે કલેક્ટર ઓફિસ સામે ભુજ ખાતે અચોક્કસ મુદ્દતના ધરણા કર્યા અને અંતે સાંસદ તથા જિલ્લા ભાજપ અધ્યક્ષની ખાત્રીને પગલે આંદોલન સમેટાયું અને સરકારને આ વાત ધ્યાને આવતાં આ નિર્ણય લીધો છે તે સરાહનીય છે તેવું જણાવતા જિલ્લા પ્રમુખ?શિવજીભાઇ બરાડિયાએ સરકારના હકારાત્મક નિર્ણયથી કચ્છની પ્રજાને યોગ્ય ન્યાય મળ્યો છે અને મળતો રહેશે તેવી આશા પણ વ્યક્ત કરાઇ છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer