વરસામેડી નજીક યુવાનો ઉપર છરી વડે હુમલો

ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના વરસામેડી નજીક બે અજાણ્યા  ઈસમોએ બે યુવાન ઉપર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની નોંધ સ્થાનિક પોલીસ મથકે થઈ હતી. લેબર કોલોની પાસે ગત તા.12/5 ના રાત્રિના નવ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. અંજાર પોલીસે જાણવા જોગ નોંધને ટાંકીને જણાવ્યુ હતુ કે આ હુમલામાં જાદવકુમાર હરીનાથકુમાર (ઉ.વ.36)ને છાતીના ભાગે તથા જમણા સાથળ અને ડાબા હાથમાં તથા અરવિંદ હર ગંટા મેંદી(ઉ.વ.28)ને ગરદનના ભાગે છરીના ઘા વાગ્યા હતા.ઈજાગ્રસ્ત યુવાનોને અંજારના આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા.ડો. વશીષ્ઠે આ બનાવ અંગે જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્ત યુવાનો મચ્છી માર્કેટથી પોતાના ઘર તરફ જઈ રહયા તે વેળાએ બે અજાણ્યા માણસોએ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે હે.કો સંજયભાઈ અબોટીએ વધુ તપાસ આરંભી છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer