મુંદરાની સગીરાનું વીરાના યુવાન દ્વારા અપહરણ
ભુજ, તા. 14 : મૂળ નખત્રાણા તાલુકાના જડોદર (કો.) અને હાલે મુંદરા રહેતી સગીરાનું વીરાના યુવાને અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે. મુંદરા પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સગીર વયની દીકરીનું અંજાર તાલુકાના વીરા ગામે રહેતા અકરમ ગની કુરેશીએ લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોકસો સહિતની કલમો તળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.