આજે પ્લે ઓફમાં એન્ટ્રી કરવા રાજસ્થાન સામે ટકરાશે લખનઉ

પૂણે, તા. 14 : આઇપીએલ 2022માં પહેલી વખત રમી રહેલી અને શાનદાર ફોર્મમાં રહેલી લખનઉની ટીમ છેલ્લી મેચમાં હારથી બહાર આવીને રવિવારે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્લે ઓફમાં પોતાની જગ્યા નિશ્ચિત કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. સતત ચોથી સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી લોકેશ રાહુલની ટીમ લખનઉને છેલ્લી મેચમાં ગુજરાત સામે હારનો સામનો કરવો પડયો હતો અને ટીમે ટોચનું સ્થાન પણ ગુમાવી દીધું હતું. લખનઉની ટીમ 16 અંક સાથે બીજા ક્રમાંકે છે અને પ્લે ઓફની શરૂઆત પહેલા વધુ એક મેચ ગુમાવવા માગશે નહીં. રાજસ્થાનની ટીમ પણ છેલ્લી મેચમાં દિલ્હી સામે આઠ વિકેટે હાર બાદ વાપસી કરીને પ્લે ઓફ માટેનો દાવો મજબૂત કરવાની કોશિશ કરશે. લખનઉની ટીમ રાજસ્થાન સામે જીત મેળવશે તો પ્લે ઓફમાં જગ્યા નિશ્ચિત થઈ જશે જ્યારે રાજસ્થાનની ટીમ જીત મેળવશે તો પ્લે ઓફમાં જગ્યા બનાવવાની દિશામાં વધુ એક કદમ ભરશે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer