ભૌતિકવાદથી દરેક સમાજને થતું નુકસાન

ભુજ, તા. 13 : દશા ઓશવાળ જૈન જ્ઞાતિ મહાજન દ્વારા મહાકાળી માતાજીની ભાવના તથા સ્તવન સ્પર્ધા અને વિવિધ કાર્યક્રમો સમાજ-વાસીઓની ઉપસ્થિતિમાં એકમ ભવન ખાતે યોજાયા હતા. મુનિરાજ ભાગ્યોદય સાગરજી મ.સા.એ માંગલિક શ્રવણમાં ભૌતિકવાદ વધી રહ્યો છે. જેના કારણે દરેક સમાજને નુકસાન થઇ રહ્યું છે. સુખની અંદર ભેળસેળ નહીં ચાલે. મહાકાળી માતાજીની ભાવનામાં ગીતાબેન લોડાયા, જયાબેન મુનવર, હીનાબેન લોડાયા, દુલારીબેન નાગડા, દિલીપ મોતા, પ્રબોધ મુનવર, હીરાચંદ છેડા, અમીતા જૈન તથા કાર્યકર ભાઇ-બહેનોએ રમઝટ જમાવી હતી. રચનાબેન સોની, જયુબેન શાહ, ગુણવંતીબેન મોતા, લીનાબેન સાંયા, દમયંતીબેન મોતા, લીલાવંતીબેન છેડા, કાંતાબેન મુનવર ઉપસ્થિત રહ્યાં હતાં. છેલ્લા અઢી વર્ષમાં અવસાન પામેલા સમાજના પૂર્વ પ્રમુખ હરીશભાઇ વિકમશી, તારાબેન સાંયા, કુલીન મુનવર, ચન્દ્રકાંત મુનવર, હેમંત છેડા, લહેરચંદ ખોના સહિત 16 ભાઇ-બહેનો ઉપરાંત જૈનરત્ન અને રાજ્યનાં પૂર્વમંત્રી તારાચંદભાઇ છેડાની સેવાઓને બિરદાવી ભાવાંજલિ અપાઇ હતી. સ્તવન સ્પર્ધા, હાઉજી ગેમ, કચ્છી શબ્દ સ્પર્ધા, જ્ઞાતિગૂંચ ઉકેલ સ્પર્ધા વિજેતાઓને ઇનામો અપાયા હતા બાળકોને ભેટ અપાઇ હતી. કાર્યક્રમના દાતા કસ્તુરબાઇ હીરાચંદ મુનવર પરિવારનાં જયાબેન પ્રબોધ મુનવરનું જ્ઞાતિ દ્વારા બહુમાન કરાયું હતું. પ્રેમચંદભાઇ દંડ તથા ઠાકરશીભાઇ મૈશેરીએ રાસની રમઝટ જમાવી હતી. મહાજન તથા યુવક મંડળ દ્વારા આગામી યોજાનારા કાર્યક્રમોની જાહેરાત હીરાચંદ છેડા તથા તુષાર જૈને કરી હતી આભાર વિધિ દિલીપભાઇ મોતાએ કરી હતી.