બાન્દ્રા-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનમાં દારૂ પીધેલા શખ્સોએ ત્રાસ ફેલાવ્યો
મુંબઇ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગઇકાલે સાંજે બાન્દ્રા-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનમાં ત્રણ દારૂડિયાઓએ તરખાટ?મચાવ્યો હતો. તેમણે બીજા ઉતારુઓની આરક્ષિત બેઠકોનો કબ્જો લઇને ભયનો માહોલ સર્જ્યો હતો. રેલવે પ્રોટેક્શન ફોર્સે સુરત સ્ટેશને તેમને ડબ્બામાંથી ઉતારી દીધા પછી પ્રવાસીઓને શાંતિ થઇ હતી. આ માહિતી આપતાં કચ્છ જનજાગૃતિ અભિયાનના પ્રતિનિધિ કિશોર મણિલાલ ગાલાએ જણાવ્યું હતું કે, બાન્દ્રાથી ગઇકાલે સાંજે 4.45 વાગ્યે ઉપડેલી બાન્દ્રા-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનના એસ-9 ડબ્બામાં બાન્દ્રાથી ત્રણ પ્રવાસી ચડયા હતા જે હિન્દીભાષી હતી. તેમણે ત્રણ સીટનો કબ્જો કર્યો હતો. તેઓ દારૂ પીધેલી હાલતમાં હતા અને સીટ?પર સૂઇ?ગયા હતા. કોઇએ આ શખ્સોને સીટ ખાલી કરવાનું કહેતાં તેઓએ દાદાગીરી કરતાં ટી.સી.એ પણ એમને ટકોર કરી હતી. બાજુમાં કુસુમ શરદ નાગડા અને શરદ જી. નાગડા (નલિયા) પ્રવાસ કરી રહ્યા હતા. દારૂડિયાઓના ત્રાસથી એમણે ફોન કરતાં આર.પી.એફ. (રેલવે પ્રોટેક્શન ફોર્સ)નો સંપર્ક સાધ્યો હતો અને બધી માહિતી અપાઇ હતી. સુરત સ્ટેશને આર.પી.એફ.ની ટીમે ડબ્બામાંથી આ ત્રણેય શખ્સને નીચે ઉતાર્યા હતા. સુરત રાતે સાડા નવ વાગ્યા આસપાસ આવ્યું, પછી ઉતારુઓને હાશકારો થયો હતો.