દરિયામાં તણાઇને આવેલા ચરસનાં વધુ બે પેકેટ મળ્યાં : તપાસ શરૂ

ભુજ, તા. 13 : સાગરકાંઠે તણાઇ આવતા અને બિનવારસુ હાલતમાં મળતા કેફી દ્રવ્ય ચરસનાં વધુ બે પેકેટ અબડાસામાં જખૌના દરિયાઇ વિસ્તારમાં મોટા પીર નજીકથી મળી આવતાં આ બાબતે છાનબીન શરૂ કરાઇ છે. ભારતીય નૌકાદળના ઇન્ટેલિજન્સ વિભાગ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત દરિયાઇ પેટ્રોલિંગ વચ્ચે આ બન્ને પેકેટ હસ્તગત કરાયાં હતાં. આ બાબતે પોલીસ મથકે વિધિવત નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ મળી આવેલાં બન્ને પેકેટ પાણીમાં ખરાબ ન થાય તે રીતે વોટરપ્રૂફ પેક કરેલાં છે. તો આ પેકેટ અગાઉ બિનવારસુ મળેલાં પેકેટ જેવાં જ જોવા મળ્યાં છે. પ્રત્યેક પેકેટ 1000થી 1100 ગ્રામ વજનની ક્ષમતાવાળાં હોવાનું બહાર આવ્યું છે.  

© 2023 Saurashtra Trust