ભુજમાં ખાનગી લેબોરેટરીના કર્મચારી પર ધોકાથી હુમલો
ભુજ, તા. 21 : શહેરમાં કાર્યરત કચ્છ લેબોરેટરીના કર્મચારી અસ્પાકખાન અલીખાન પઠાણ ઉપર બે અજાણ્યા શખ્સે ધોકા વડે હુમલો કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. ભોગ બનનાર લેબોરેટરી કર્મચારી દર્દીઓના સેમ્પલ લેવા માટે ડો. ઋચિર અખાણીની હોસ્પિટલે ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. પોતાનું સેમ્પલ પહેલા લેવા બાબતે માથાકુટ કરનારા અજાણ્યા શખ્સે બાદમાં હોસ્પિટલની બહાર તેના સાગરિત સાથે આ હુમલો કર્યો હતો. તેમ પોલીસ સમક્ષ લખાવાયું છે.