ઊભરાતી ગટરનાં ગંદાં પાણી મુંદરામાં સોસાયટી વિસ્તાર માટે મોટી સમસ્યા

ઊભરાતી ગટરનાં ગંદાં પાણી મુંદરામાં સોસાયટી વિસ્તાર માટે મોટી સમસ્યા
મુંદરા, તા. 13 : નગરમાં સોસાયટી વિસ્તારમાં ગટરના ઉભરાતા પાણીના મુદ્દે લોકો સખત નારાજ છે. ડેવલોપર્સો બિલ્ડિંગો બનાવીને તેના બ્લોક ભાડે કે વેચાણમાં આપી દે છે. બાદ મેઇન્ટેનન્સ યોગ્ય રીતે થતું ન હોવાથી ગટરના પાણી જાહેર રસ્તા ઉપર ફેલાય છે તેવી ફરિયાદો ઊઠી છે.ગોપાલનગર બારોઇ વિસ્તારમાં સાંઇબાબાના મંદિર પાસે પણ એક બિલ્ડિંગનું ગંદુ પાણી જાહેર માર્ગ કે ચોકમાં ફેલાય છે. સાંઇબાબાના મંદિરે દર્શન કરવા આવતા લોકો આ સમસ્યાથી ત્રાસી ગયા છે.મંદિરના પૂજારીનું કહેવું છે કે અત્યંત દુર્ગંધ મારતા પાણી મંદિરની સામે ભરેલા છે, તેમ આ બિલ્ડિંગના ડેવલોપર્સ અને નગરપાલિકાના સૂત્રધારો સમક્ષ અનેક વખત રજૂઆત કરી છે પણ બિલ્ડિંગના પાણીને ગટરમાં નાખવાનું કોઇ વિચારતું નથી. ગટર યોજના છે પણ બિલ્ડિંગની આંતરિક પાઇપલાઇનમાં કચરો ભરાઇ જવાથી ગંદુ પાણી ગટરમાં જવાના બદલે જાહેરમાં ફેલાય છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer