સામખિયાળી બેન્કમાં ચોરી કરતા ઝડપાયેલા તસ્કર પાસેથી બંદૂક કબ્જે કરાઈ

સામખિયાળી બેન્કમાં ચોરી કરતા ઝડપાયેલા તસ્કર પાસેથી બંદૂક કબ્જે કરાઈ
રાપર, તા. 13 : ભચાઉ તાલુકાના સામખીયાળીની રાષ્ટ્રીયકૃત બેન્કમાં ચોરી કરતા ઝડપાયેલા શખ્સ પાસેથી અગાઉ ચોરેલી બંદુક  પોલીસે કબ્જે કરી હતી.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ઘરફોડ ચોરીના બનાવને રોકવા માટે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ દરમ્યાન સામખીયાળીની બેન્ક ઓફ બરોડામાં ચોરી કરવા તસ્કર ઘુસ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસ ટુકડીએ બેન્કને કોર્ડન કરી ચોરી કરવા ઘુસેલા આરોપી નરેશ ઉર્ફે નેમારામ લખમણરામ માજીરાણા (ભીલ)ને પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીની પોલીસે આદરેલી પુછપરછ દરમ્યાન તેણે બેન્કમાં બીજી વખત ચોરીની કોશિષ કરી હોવાની કેફીયત આપી હતી. અગાઉ બેન્કમાંથી ચોરેલી ડબલ બાર બોર બંદુક રાજસ્થાનમાં તેના મકાનની પાછળ આવેલા  ડુંગરમાં છુપાવી હોવાનું કહ્યું હતું. આરોપીની કબુલાતના પગલે એક ટીમે રાજસ્થાન જઈને 34 હજારની કીમતની બંદુક કબ્જે કરી હતી. આ કામગીરીમાં પી.એસ.આઈ. એ.વી. પટેલ, યુવરાજસિંહ, ગેલાભાઈ, દાદાભાઈ, મહીપાલસિંહ, ભવાનભાઈ, ભારૂભાઈ, સુરેશભાઈ વિગેરે જોડાયા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer