કુંદરોડી-નાના બંદરા માર્ગનું ત્રણ વખત ખાતમુહૂર્ત, કામ શરૂ ન થયું !

કુંદરોડી-નાના બંદરા માર્ગનું ત્રણ વખત ખાતમુહૂર્ત, કામ શરૂ ન થયું !
કોટડા (ચ.), તા. 13 : કુંદરોડી-ફાચરિયાથી નાના બંદરા ડામર રોડના છેલ્લા ચાર વરસમાં ત્રણ વખત ધારાસભ્યોએ ખાતમુહૂર્ત કર્યા પણ કામ શરૂ ન જ થયું. હવે તો આ રસ્તે કોઇ વાહન આવવા-જવા રાજી નથી.કચ્છમાં ઠેર ઠેર રસ્તાઓ અને સડકોનું મોટેપાયે નવનિર્માણ થાય છે પણ ભુજ અને મુંદરા તાલુકાને જોડતા બંદરા નાનાથી ફાચરિયા-બગડા-કુંદરોડી માર્ગનું કામ શરૂ ન થયું એ ન જ થયું. કમનસીબે આ રસ્તાનું છેલ્લા ચારેક વરસમાં ત્રણ વખત ધારાસભ્યો જેવા માતબર પ્રતિનિધિઓના હસ્તે નાળિયેર ફોડી કામની શરૂઆતને લીલીઝંડી અપાઇ પણ કામ તો શરૂ ન જ થયું. કહેવાય છે અને આ પંથકના ગામડાઓમાં હવે એવી લોકવાયકા છે કે આ ડામર રસ્તાનો ઠેકો લેનાર ઠેકેદારને કોઇ અગોચર શક્તિ કામ કરવા જ નથી દેતી. જે હોય તે, કામ શરૂ કરવા આ પંથકના ભાજપ અગ્રણીઓ જીતુભા જાડેજા તેમજ લફરાના રાજુભા જાડેજાએ મુંદરા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને આવેદનપત્ર આપી તાત્કાલિક આ પંથકની સમસ્યા હલ કરવા અનુરોધ કર્યો હતો. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer