આજથી ઓસિ.-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી એશિઝ ડે-નાઇટ ટેસ્ટ મેચ

હોબાર્ટ, તા. 13: એશિઝ સિરીઝના શુક્રવારથી અહીં રમનાર પાંચમી અને આખરી ડે-નાઇટ ટેસ્ટ મેચની ઓસ્ટ્રેલિયાની ઇલેવનમાંથી ઓપનર માર્કસ હેરિસને પડતો મૂકવામાં આવ્યો છે આથી ઉસ્માન ખ્વાજા ઓસ્ટ્રેલિયાના દાવનો ડેવિડ વોર્નર સાથે પ્રારંભ કરશે.  હેરિસના સ્થાને ટ્રેવિસ હેડની વાપસી થઇ છે. કોરોના સંક્રમણને લીધે તેણે ચોથી ટેસ્ટ ગુમાવી હતી. ખ્વાજાએ ચોથી મેચની બન્ને ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી.પાંચ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 3-0થી આગળ ચાલી રહ્યુ છે. ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટ આખરી દડા સુધીની રસાકસી પછી ડ્રો કરી હતી. હવે ઇંગ્લેન્ડની નજર આખરી મેચમાં પ્રોત્સાહક જીતની રહેશે. જો કે ઇંગ્લેન્ડની રાહ આસાન નથી. તેના ટોપ ઓર્ડરના બેટ્સમેનો એશિઝ સિરીઝમાં  સતત  ફલોપ  રહ્યા  છે. જોની  બેયરસ્ટોએ ચોથી મેચમાં સદી કરીને  નવી  આશા  જગાવી છે.આવતીકાલથી શરૂ થનાર પાંચમી અને અંતિમ ટેસ્ટ ગુલાબી દડાથી રમવાની છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો અત્યાર સુધી અપરાજીત ક્રમ રહ્યો છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer