આજથી વેસ્ટ ઇન્ડિઝમાં અન્ડર-19 વર્લ્ડ કપ : ભારત પ્રબળ દાવેદાર

જોર્જટાઉન (વેસ્ટ ઇન્ડિઝ), તા. 13 : આઇસીસી અન્ડર-19 વર્લ્ડ કપનો શુક્રવારથી વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં વિશ્વના ભવિષ્યના ક્રિકેટ સિતારાઓને તેમની ચમક દેખાડવાનો મોકો મળશે. ચાર વખતની ચેમ્પિયન ભારતીય યુવા ટીમ આ વખતે પણ ખિતાબની પ્રબળ દાવેદાર છે. કોરોના મહમારી વચ્ચે રમાઈ રહેલ આ ટૂર્નામેન્ટમાં 16 દેશની જુનિયર ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. જેમને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ગ્રુપ બીમાં સ્થાન અપાયું છે જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ ડીમાં છે. બે વર્ષ પહેલા ભારતને ફાઇનલમાં હરાવીને પહેલીવાર અન્ડર-10 વિજેતા બનનાર બાંગલાદેશની ટીમ ગ્રુપ એમાં છે. બે વખતની વિજેતા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ગ્રુપ સીમાં સામેલ છે. વિઝા સંબંધી સમસ્યાને લીધે અફઘાન ટીમ અહીં મોડી પહોંચી હતી. આથી તેને અભ્યાસ મેચ રમવાના મોકા મળ્યા નથી. દરેક ગ્રુપની બે ટોચની કવાર્ટર ફાઇનલમાં પહોંચશે. ટૂર્નામેન્ટમાં હજુ સુધી બાયો બબલનું ઉલ્લંઘન થયું નથી. આમ છતાં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેની ટીમમાં કોરોના પોઝિટિવના મામલા સામે આવ્યા છે. ન્યુઝિલેન્ડની ટીમ ક્વોરન્ટાઇન નિયમના વિરોધમાં ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer