બીસીસીઆઈનો પ્લાન બી : આઈપીએલનું આયોજન આફ્રિકા અથવા શ્રીલંકામાં?

નવી દિલ્હી, તા.13: દેશમાં કોરોનાના વધતા પ્રકોપને ધ્યાને રાખીને બીસીસીઆઇ આઇપીએલનાં આયોજન માટે પ્લાન બી બનાવી રહ્યંy છે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ આ વખતે જો દેશમાં આઇપીએલનું આયોજન શક્ય નહીં બને તો તેને યુએઇના બદલે શ્રીલંકા અથવા સાઉથ આફ્રિકા ખસેડવા પર વિચારણા કરી રહ્યંy છે. 2020ની સિઝન યુએઇમાં પૂરેપૂરી રમાઈ હતી જ્યારે ગયા વર્ષે અડધેથી આઇપીએલને યુએઇમાં ખસેડવામાં આવ્યો હતો. બોર્ડના એક અધિકારીએ આ બારામાં જણાવ્યું કે દર વખતે યુએઇના ભરોસો ન રહી શકાય, બીજી યોજના પણ બનાવવી પડે. આથી શ્રીલંકા અને દ.આફ્રિકા વિકલ્પ છે. ભારત અને આફ્રિકા વચ્ચે સાડા ત્રણ કલાકનો તફાવત છે. આફ્રિકામાં જો સાંજે પ-00 વાગ્યે મેચ શરૂ થશે તો ભારતમાં રાત્રીના 8-30 થયા હશે. આથી બ્રોડકાસ્ટરને ટાઇમમાં બહુ ફેર પડશે નહીં જ્યારે ભારત અને શ્રીલંકાના ટાઇમમાં નજીવો તફાવત છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer