કોટાયમાં વીજળીનીચોરી પકડનારા ઉપર હુમલો

ભુજ, તા. 13 : તાલુકાના કોટાય ગામે વિદ્યુત થાંભલામાંથી વાયર જોડી વિજળીની ચોરી પકડનારી પી.જી.વી.સી.એલ. ટુકડીના રવાપર સબ ડિવિઝનના જુનિયર ઇજનેર સંજય હરિલાલ સેંઘાણી પટેલ ઉપર લાકડી વડે હુમલો કરી તેમની ફરજમાં રૂકાવટ કરાઇ હતી. આજે સવારે બનેલા આ કિસ્સા બાબતે કોટાય ગામના ભુરાભાઇ ઉર્ફે લખમણભાઇ કરમણ બતા, વાલાભાઇ ગોપાલભાઇ બતા અને કાનજી ગોપાલ બતા સામે વિધિવત પોલીસ ફરિયાદ લખાવાઇ હતી.  પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી દ્વારા વીજ ચેકીંગ ડ્રાઇવ માટે આદેશ કરાયો હતો. જે માટે અલગઅલગ ટુકડી બનાવી હાથ ધરાયેલી કાર્યવાહી દરમ્યાન આ ઘટના બની હતી.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer