વાગડ ફોલ્ટ ફરી 3નાં કંપનથી ધ્રૂજ્યો

ભુજ, તા. 13 : કચ્છમાં જારી આકરા ઠંડીના દોર વચ્ચે ભૂકંપના કંપન અનુભવવાનો સિલસિલો યથાવત રહયો છે. ત્રણ દિવસના ટુંકાગાળામાં કચ્છની ધરા ફરી રીકટર સ્કેલ પર 3ની તિવ્રતાના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. જો કે આ કંપનની ખુબ અલ્પ માત્રામાં અનુભુતિ થવા પામી હતી.ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી મળેલી વિગત અનુસાર ગુરુવારે સવારે પ.43 કલાકે દુધઈથી 20 કિલોમિટર દુર કેન્દ્રબિંદુ ધરાવતા કંપનની તિવ્રતા રીકટર સ્કેલ પર 3ની અંકિત થઈ હતી. સોમવારે પણ દુધઈ નજીક ત્રણની તિવ્રતાનું કંપન અનુભવાયું હતું. બુધવારે 2 કલાકના ટુંકા ગાળામાં 2 અને 2.8ની તિવ્રતાના કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયાં હતાં.આવા નાના કંપનોથી પેટાળમાં રહેલી ઉર્જા વિસર્જીત થતી હોવાના લીધે ભુસ્તરશાત્રીઓ નચિંત રહેવાની સલાહ આપી રહયા છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer