માધાપરમાં પાઇપથી હુમલો થતાં આયુર્વેદિક તબીબને અસ્થિભંગની ઇજા

ભુજ, તા. 13 : તાલુકાના માધાપર ગામે ચાર શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરતા તાલુકાના લોડાઇ ગામે આયુર્વેદિક પ્રેકટીશ કરતા તબીબ વિનોદ બાલુભાઇ ભટ્ટ (ઉ.વ.65)ને પગમાં ફ્રેકચર સહિતની ઇજા થઇ હતી.માધાપરમાં જુનાવાસમાં સુરક્ષા સોસાયટી પાસે આનંદ કોલોનીમાં રહેતા તબીબ ભટ્ટના ઘર આગળની શેરીમાં ગઇકાલે સંધ્યા સમયે આ ઘટના બની હતી. આ બાબતે કાર્તિક ઉમેશભાઇ પઇ અને તેની સાથેના અજ્ઞાત શખ્સો સામે ગુનો દાખલ કરાવાયો હતો.તમારી એકટિવા અમારા વાહનમાં ભટકાઇ છે અને મને લાગ્યું છે તેવું કહીને આરોપીઓએ આ હુમલો કર્યો હતો. આ ઘટના દરમ્યાન તબીબના રૂા. 15 હજાર કયાંક પડી ગયા હોવાનું પણ ફરિયાદમાં લખાવાયું છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer