કુકમાથી કોટડા વીજ લાઇન તસ્કરોનાં નિશાને : 81 હજારનો વાયર ચોરાયો

ભુજ, તા. 13 : તાલુકામાં કુકમા સબ સ્ટેશનથી કોટડા (ચકાર) તરફ જતી જેટકોની વીજ લાઇનને નિશાન બનાવવા સાથે કોઇ હરામખોરોએ રૂા. 81400ની કિંમતના 740 મીટર વાયરનો હાથ માર્યો હતો. જેટકોના ઠેકેદાર મુળ ઝુરાના હાલે ભુજ રહેતા અનિરૂદ્ધસિંહ ખેતસિંહ સોઢાએ લખાવેલી ફરિયાદ મુજબ ગત તા. 11મીની સાંજથી તા. 12મીની સવાર સુધીમાં આ ચોરી થઇ હતી. પદ્ધર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તેમ પોલીસે જણાવ્યું હતું.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer